મોંઘવારીનો માર: 3 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં બીજી વખત કર્યો વધારો

મોંઘવારીનો માર: 3 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં બીજી વખત કર્યો વધારો

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવાર

રાજ્યમાં આ વર્ષની શરૂઆતથી જ ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર-ધંધાઓને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અદાણી CNG ગેસના ભાવે ફરી રફ્તાર પકડી છે. આજે ફરી કિલો દીઠ રૂ. 1.48નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં કિલો દીઠ રૂ. 3.47 વધારો થયો છે. 

એપ્રિલથી અત્યાર સુધીમાં ભાવમાં આ છઠ્ઠો વધારો છે

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી, સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટરોએ વધતી કિંમતોને કારણે ઔદ્યોગિક પુરવઠો ઘટાડવાની ફરજ પડી હતી. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો છે.

2 ઓગષ્ટના રોજ અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો હતો. આમ સીએનજીનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધીને 85.89 રૂપિયા થયો હતો. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.

Share: