મોંઘવારીની માર: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

મોંઘવારીની માર: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2022 મંગળવાર

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 1 માર્ચ 2022થી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત મોટો ભાવવધારો ઝીંક્યો છે. દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 105 રૂપિયા વધીને 2,012 રૂપિયા પહોંચી ગયો છે.

ઓઈલ કંપનીઓએ જણાવ્યુ કે દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 105 રૂપિયા વધારી દેવાઈ છે. નવી કિંમત આજ થી જ લાગુ થઈ ગઈ છે. આ વધારા બાદ હોટલ – રેસ્ટોરાં પર ભાર આવશે અને ગ્રાહકો પર પણ આની માર પડી શકે છે. કંપનીઓએ 1 ફેબ્રુઆરીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનુ મૂલ્ય 91.50 રૂપિયા ઘટાડી દીધા હતા.

નાના સિલિન્ડરની કિંમતમાં વધારો

સરકારી તેલ કંપનીઓએ 5 કિલોગ્રામ વાળા નાના રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરી દીધો છે. દિલ્હીમાં હવે 5 કિગ્રા વાળુ એલપીજી સિલિન્ડર 27 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે. ગ્રાહકોને હવે આ 569 રૂપિયામાં મળશે. જોકે, કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Share: