મેડલની આશા તૂટી: સુપરમોમ મેરી કોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર, કોલમ્બિયન બોક્સરે હરાવી

મેડલની આશા તૂટી: સુપરમોમ મેરી કોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર, કોલમ્બિયન બોક્સરે હરાવી

નવી દિલ્હી, 20 જુલાઈ 2021 ગુરૂવાર

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012 ની લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. મહિલા ફ્લાયવેટ (48-51 કિગ્રા) ઇવેન્ટમાં તે કોલમ્બિયાની બોક્સર અને 2016 રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા ઇન્ગ્રીત વેલેન્સિયા સામે 3-2થી હારી ગઇ છે. 38 વર્ષની મેરી કોમે છેલ્લા 16 માં મુકાબલામાં પહેલો સેટ ગુમાવ્યા બાદ જબરદસ્ત વાપસી કરી અને બીજો સેટ જીત્યો. પરંતુ અંતિમ સેટમાં ફરી એકવાર ઇન્ગ્રીત તેના પર ભારે પડી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મેરી કોમે પહેલા રાઉન્ડમાં ડોમિનિકા રિપબ્લિકની મિગુએલિના હર્નાન્ડિઝ ગાર્સિયાને 4-1થી હરાવી હતી. 2012ની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે તેનાથી 15 વર્ષ નાની અને પાન અમેરિકન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Share: