×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેં એવુ નથી કહ્યુ કે હિન્દુત્વ અને ISIS એક જ છે, ભાજપવાળાનુ અંગ્રેજી કાચુ છેઃ સલમાન ખુરશીદે આપી સફાઈ


નવી દિલ્હી,તા.14.નવેમ્બર,2021

પોતાના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં હિન્દુત્વની સરખામણી આતંકી સંગઠન ISIS સાથે કરનારા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે વિવાદોના વંટોળ બાદ સફાઈ આપી છે.

ખુરશીદે કહ્યુ હતુ કે, મેં હિન્દુત્વ અને ISISને એક જ છે તેમ નથી કહ્યુ બલ્કે એક જેવા છે તેમ કહ્યુ છે.યુપીમાં એક કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં ખુરશીદે કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મના દુશ્મનો હિન્દુ ધર્મને બદનામ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, આજે હું કલ્કિ ધામની મુલાકાતે આવ્યો છું.મને કોઈ ધર્મ સાથે સમસ્યા હોત તો હું અહીંયા ના આવ્યો હોત.મારુ માનવુ છે કે, હિન્દુ ધર્મ દુનિયામાં શાંતિ ફેલાવે છે અને કેટલાક લોકો તેને બદનામ કરી રહ્યા છે.તેઓ હિન્દુ ધર્મના દુશ્મન છે.તેઓ કોઈ પણ એવા પ્સુતક પર પ્રતિબંધ મુકશે જેનાથી તેમનો સાચો ચહેરો બહાર આવતો હોય.

ખુરશીદે કહ્યુ હતુ કે, મેં તો એવુ પણ કહ્યુ છે કે ISIS અને બોકો હરામ જેવા સંગઠનો ઈસ્લામને બદનામ કરે છે તો મને કોઈએ એવુ નથી કહ્યુ કે ઈસ્લામની ઈમેજ ખરાબ થઈ રહી છે.મને અફસોસ છે કે, આ પુસ્તક હિન્દીમાં લખ્યુ છે,વિરોધ કરનારાને અંગ્રેજી આવડતુ નથી, જો ના ખબર પડતી હોય તો તેઓ પુસ્તકનુ ભાષાંતર કરાવી લે.