×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે,100 દિવસના એજન્ડા પર ચર્ચા થશે

Image : Bhupendra Patel Twitter












અમદાવાદ, 22 ડિસેમ્બર 2022, ગુરુવાર

ગુજરાતના પાટનગરમાં આજે સીએમના અધ્યક્ષમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં કોરોનાના નવા વેરિયેન્ટ અને 100 દિવસની સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના સીએમ ગઈકાલે જ દિલ્હી ખાતે ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સાથે મુલાકાત કરી હતી. સીએમના દિલ્હી પ્રવાસના કારણે ગઈકાલે આ બેઠક યોજાઈ શકી ન હતી. આજે હવે આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. વિશ્વમાં વધી રહેલા કોરોના કોસોને ધ્યાનમાં રાખીને આ બાબતે પણ બેઠકમાં મુદ્દાઓ ચર્ચાઈ શકે છે અને તે અંગે સરકાર કોઈ નિર્ણય પણ કરી શકે છે. બીજી તરફ આગામી 100 દિવસના સરકારના એજન્ડાની પણ ચર્ચા કરવામાં આવશે.  ગુજરાત સરકાની આ નવી સરકાર રચાયા બાદ પ્રથમ કેબિનેય બેઠક યોજાશે. 

આ ઉપરાંત આજે સીએમ ભુપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ આજે પ્રજાની રજુઆતો પ્રત્યક્ષ સાંભળશે.  સી.એમ ભુપેન્દ્ર પટેલ બપોરે 3 કલાકે મુખ્યમંત્રી સ્વર્ણિમ સંકુલ- 2 ખાતે યોજાનારા આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેશે અને પ્રજાઓની રજુઆત સાંભળશે. આ નવી સરકાર બની ત્યારબાદ પ્રથમ સ્વાગત કાર્યક્મ છે. આ કાર્યક્રમની શરુઆત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી પંરપંરાને મુખ્યમંત્રીએ પણ ચાલુ રાખી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમને મળ્યા હતા
ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા જ્યા તેઓએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે આ મુલાકાતમાં ગુજરાતના આગામી આયોજનો અંગે માર્ગદર્શન મેળવ્યું હતુ. સીએમ ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડે સાથે પણ મુલાકાત કરી હતી.

પ્રો- એક્ટિવ તૈયારીઓ કરવા માટે સૂચના
ગઈકાલે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રો- એક્ટિવ તૈયારીઓ કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી.