મુંબઈમાં ભારતીય નેવીનું ધ્રૂવ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, ત્રણ ક્રૂ મેમ્બર્સને બચાવાયા

મુંબઈમાં ભારતીય નેવીનું ધ્રૂવ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, ત્રણ ક્રૂ મેમ્બર્સને બચાવાયા

image : Wikipedia 

ભારતીય નૌકાદળના એક ધ્રૂવ હેલિકોપ્ટરે મુંબઈ કિનારે અરબસાગરના કિનારે જ ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. રાહતની વાત છે કે તમામ ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે. આ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરએ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને કિનારે જ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ક્રૂના ત્રણ સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા 

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યૂ બાદ ત્રણ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય નૌકાદળના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર એ બુધવારે મુંબઈના દરિયાકાંઠે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ એરક્રાફ્ટ દ્વારા ક્રૂને બચાવી લેવામાં આવ્યો હતો. 

Share: