મુંબઈઃ બાંદ્રા વર્લી સી લિંક ખાતે એમ્બ્યુલન્સ અને 4 વાહનોનો અકસ્માત, 5ના મોત

મુંબઈઃ બાંદ્રા વર્લી સી લિંક ખાતે એમ્બ્યુલન્સ અને 4 વાહનોનો અકસ્માત, 5ના મોત


– અકસ્માત બાદ ઘાયલોને લઈ જવા આવેલી એમ્બ્યુલન્સ અને મદદ માટે ઉભેલા અન્ય વાહનોને પૂરપાટ ધસી આવેલી એક ગાડીએ હડફેટમાં લીધાં

મુંબઈ, તા. 05 ઓક્ટોબર 2022, બુધવાર

મહારાષ્ટ્રના મુંબઈ ખાતે ભારે મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. કુલ 4 વાહનો અને એમ્બ્યુલન્સને થયેલા આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે અને 13 લોકોને ઈજાઓ પહોંચી છે.

સૌથી પહેલા રાતે 3:00 વાગ્યે એક અકસ્માત થયો હતો અને તેમાં ઘાયલ થયેલી વ્યક્તિને લઈ જવા માટે એમ્બ્યુલન્સ આવી હતી. તે સિવાય બીજી કેટલીક કાર પણ મદદ માટે ઉભી રહી હતી. તે સમયે પૂરપાટ આવી રહેલી એક ગાડીએ બચાવ કાર્ય કરી રહેલા સૌને હડફેટે લીધા હતા. ભોગ બનેલાઓમાં એમ્બ્યુલન્સના સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

બાંદ્રા વર્લી સી લિંક પર સવારે એક અકસ્માત થયો હતો. દુર્ઘટનાગ્રસ્ત ગાડીમાં સવાર લોકોની મદદ માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ત્યારે અચાનક જ અન્ય 3 ગાડીઓ તેના સાથે અથડાઈ હતી. અચાનક આટલા બધાં વાહનોનો અકસ્માત થવાના કારણે ઘટના સ્થળે રાડબૂમ મચી ગઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને સંવેદના પાઠવી છે અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી કામના કરી છે. 

Share: