×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મિઝોરમમાં મોટી દુર્ઘટના સર્જાઈ, નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થતા 17 મજૂરોના મોતની આશંકા


મિઝોરમમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે જેમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 17 મજૂરોના મોત થયા છે. ઘટનાસ્થળે અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. 

વડાપ્રધાને સહાયની જાહેરાત કરી 

મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ પુલ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે. જે જગ્યાએ આ ઘટના બની તે રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. ઘટના સમયે તમામ મજૂરો રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ દુર્ઘટનાને પગલે વડા પ્રધાન દ્વારા PMMRF તરફથી દરેક મૃતકોના પરીવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. 

કાટમાળ નીચે હજુ પણ 30થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાટમાળ નીચે હજુ પણ 30થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા છે. આ મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં, તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.