મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં! શરદ પવારે કહ્યું, 'કાલે તે હશે કે નહી કહેવું મુશ્કેલ'

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં! શરદ પવારે કહ્યું, 'કાલે તે હશે કે નહી કહેવું મુશ્કેલ'

મહારાષ્ટ્રમાં NCP, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે અઘાડી ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં છે. નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે, આજે મહારાષ્ટ્રમાં અઘાડી છે, પરંતુ કાલે તે હશે કે નહીં આ અંગે કહેવું મુશ્કેલ છે.

અઘાડી ગઠબંધન શું રહેશે કે નહિ ?

પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારે ગઈકાલે અમરાવતીમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં અઘાડી છે. અમે સાથે કામ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ ઈચ્છાથી શું થાય છે. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ છે. અઘાડી ગઠબંધન રહેશે કે નહીં તે અંગે કોઈ ચર્ચા થઈ નથી.

રાઉતે કહ્યું- 2024માં સાથે મળીને લડીશું

શરદ પવારના નિવેદન બાદ શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, અઘાડી રહેશે અને 2024માં અમે સાથે ચૂંટણી લડીશું. રાઉતે કહ્યું, ‘મહા વિકાસ અઘાડી ગઠબંધન જેમ છે એમ જ રહેશે. મહાવિકાસ આઘાડીના મુખ્ય નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર છે. મહાવિકાસ અઘાડી સાથે 2024ની વિધાનસભા ચૂંટણી લડશે. તેમાં શરદ પવારની ભૂમિકા પહેલા પણ હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

Share: