મહારાષ્ટ્રમાં બબાલઃ મુસ્લિમ સંગઠનોના બંધના એલાન બાદ અમરાવતીમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પળાવાયો, હિંસા અને લાઠીચાર્જ

મહારાષ્ટ્રમાં બબાલઃ મુસ્લિમ સંગઠનોના બંધના એલાન બાદ અમરાવતીમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પળાવાયો, હિંસા અને લાઠીચાર્જ

નવી દિલ્હી,તા.13.નવેમ્બર,2021

ત્રિપુરામાં થયેલી કોમી હિંસા બાદ મહારાષ્ટ્રમાં તેની સામે શરુ થયેલો હિંસક વિરોધ સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે.

શુક્રવારે અમરાવતી સહિત બીજા કેટલાક શહેરોમાં બપોરની નમાઝ બાદ બંધનુ એલાન આપવમાં આવ્યુ હતુ અને તે દરમિયાન ઠેર ઠેર હિંસા પણ થઈ હતી.આ બંધના વિરોધમાં હિ્ન્દુ સંગઠનોએ શનિવારે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે અને આજે આ એલાન દરમિયાન પણ હિંસા થયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો છે.જેના પગલે અમરાવતીમાં કલમ 144 લાગુ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના વિરોધમાં ત્રિપુરામાં હિન્દુ સંગઠનોએ કરેલા દેખાવો દરમિયાન મસ્જિદને નુકસાન પહોંચાડવાનો આરોપ મુકાયો હતો.જોકે આ પ્રકારના આરોપોને રાજ્યની પોલીસે નકારી કાઢ્યા હતા.

એ પછી મહારાષ્ટ્રમાં અમરાવતી, માલેગાંવ જેવા કેટલાક શહેરોમાં શુક્રવારે મુ્સ્લિમ સંગઠનો દ્વારા બંધનુ એલાન અપાયુ હતુ.જેમાં ટોળાએ આગચંપી કરી હતી અને બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી.

આ દરમિયાન થયેલી હિંસાના બંધના વિરોધમાં આજે ભાજપ અને હિન્દુ સંગઠનોએ બંધનુ એલાન આપ્યુ છે અને એ પછી અમરાવતીમાં બેકાબૂ બનેલી ભીડ દ્વારા તોડફોડ કરાઈ છે.ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

Share: