મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ! અજીત પવાર NCPના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ! અજીત પવાર NCPના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા

મુંબઈ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર 

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એનસીપીના 30થી 34 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં આવ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. આ દરેક ધારાસભ્યો બીજેપી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એનસીપીમાં થોડા સમયથી ભાગલા પડી રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. મહારાષ્ટ્રમાં એનસીપીના કુલ 53 ધારાસભ્યો છે, અને જો એનસીપીમાં ભાગલા પડે તો શરદ પવારને મોટા ઝટકો લાગી શકે છે. 

અજીત પવાર આપી શકે છે શરદ પવારને મોટો ઝટકો 
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વાર રાજકીય મોટી ઉથલાપાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવુ જાણવા મળી રહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીના એમસીપી નેતા અજીત પવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવી શક્યતા છે. આ સાથે એવુ પણ જાણવા મળ્યુ છે કે, જે રીતે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો હતો. એવી જ રીતે અજીત પવાર પણ શરદ પવારને મોટો ઝટકો આપી શકે છે. 

Share: