×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મમતા બેનરજીની રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવવાની તૈયારી, પીકે સાથે 3 કલાક બેઠક

કોલકાતા,તા.10.જુલાઈ.2021,શનિવાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ટીએમસીના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્તરની રણનીતિ નક્કી કરવા માટે મમતા બેનરજીએ પ્રશાંત કિશોર સાથે શુક્રવારે ત્રણ કલાક બેઠક યોજી હોવાની વિગતો સપાટી પર આવી છે.આ બેઠકમાં ટીએમસીના સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા થઈ હતી.ખાસ કરીને એક વ્યક્તિ અને એક પદનો નિયમ પાર્ટીમાં લાગુ કરવામાં આવશે.સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડવા માટે પણ મમતા બેનરજીએ ઈચ્છા વ્યક્ત કરી છે.

ટીએમસી દ્વારા પ્રશાંત કિશોર સાથે મળીને એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.જેને આ મહિને અથવા તો ઓગસ્ટ મહિામાં જાહેર કરવામાં આવશે.સૂત્રોના કહેવા પ્રમાણે ટીએમસી પોતાના રાષ્ટ્રીય અભિયાનની શરુઆત ત્રિપુરાથી કરવા માંગે છે.અથવા તો એવા રાજ્યોમાં પણ ચૂંટણી લડવા માંગે છે જ્યાં તેના આગળ વધવાની શક્યતા છે.આ રાજ્યોમાં ટીએમસીએ કયા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ તેના પર પણ મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.