મધ્યપ્રદેશના મંત્રીનુ એલાન, મારી સાથે સેલ્ફી લેવી હશે તો 100 રૂપિયા ચાર્જ

મધ્યપ્રદેશના મંત્રીનુ એલાન, મારી સાથે સેલ્ફી લેવી હશે તો 100 રૂપિયા ચાર્જ

મધ્યપ્રદેશ,તા.18 જુલાઈ 2021,રવિવાર

રાજકીય નેતાઓ સાથે તેમના સમર્થકોનુ ટોળુ રહેતુ હોય છે. ઘણા કાર્યકરો નેતાઓ સાથે સેલ્ફી લેવા માટે પણ આતુર રહેતા હોય છે.

જોકે હવે મધ્યપ્રદેશના સાંસ્કૃતિ મંત્રીએ પોતાની સાથે સેલ્ફી લેવા માટે 100 રૂપિયા ચાર્જ લાગશે તેવી જાહેરાત કરી છે. મંત્રી ઉષા ઠાકુરનુ કહેવુ છે કે, સેલ્ફી લેવામાં બહુ સમય જાય છે અને અમે કોઈ પણ સ્થળે પહોંચાવામાં લેટ પડીએ છે. એટલે હવે જે પણ સેલ્ફી લેશે તેને 100 રૂપિયા આપવા પડશે અને આ રકમ સંગઠનના કામ માટે ઉપયોગમાં લેવાશે.

ભાજપના કાર્યકરોના એક કાર્યક્રમમાં આ નિવેદન આપનારા ઉષા ઠાકુરે સાથે સાથે કહ્યુ હતુ કે, બૂકેની જગ્યાએ પુસ્તક આપીને સન્માન કરો. એવુ પુસ્તક કે જે કોઈના કામમાં આવી શકે.

મંત્રીએ નવા નિયમો તો જાહેર કર્યા છે પણ પાર્ટીના જ કાર્યકરો તેના પર કેટલો અમલ કરે છે તે જોવાનુ રહે છે

Share: