×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મગફળીના તેલના જથ્થામાં સંતાડીને લવાતુ 125 કરોડનુ હેરોઈન પકડાયુ, મુંબઈના બિઝનેસમેનની ધરપકડ

મુંબઈ,તા.8 ઓકટોબર 2021,શુક્રવાર

દ્વારા મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી 125 કિલો હેરોઈન પકડવામાં આવ્યુ છે. જેની કિંમત 125 કરોડ રૂપિયા થવા જાય છે.

આ મામલામાં એજન્સીએ મુંબઈના જયેશ સંઘવી નામના એક વ્યવસાયીની ધરપકડ કરી છે. રિપોર્ટસ પ્રમાણે હેરોઈન ઘૂસાડવા માટે તસ્કરોએ ઈરાનથી આવી રહેલા મગફળીના તેલના કન્ટેનરમાં હેરોઈનનો જથ્થો સંતાડ્યો હતો. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ પાસે આ બાબતને લઈને સચોટ બાતમી હતી. તેમણે દરોડો પાડીને હેરોઈનનો જથ્થો શોધી કાઢ્યો હતો.

આ પહેલા જુલાઈમાં પણ ઈરાનથી લવાઈ રહેલુ 2000 કરોડ રૂપિયાનુ હેરોઈન નવી મુંબઈના જવાહરલાલ નહેરૂ પોર્ટ પરથી પકડવામાં આવ્યુ હતુ. આ હેરોઈન સડક માર્ગે પંજાબ મોકલવાનુ હતુ. તે વખતે પંજાબના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈમાં હેરોઈન ઘુસાડવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. મુંબઈ એરપોર્ટ પર પણ ગયા મહિને બે મહિલાઓ 25 કરોડના હેરોઈન સાથે પકડાઈ હતી.