ભારત-ઈંગ્લેન્ડ સિરિઝ પર ખતરો, રિષભ પંત અન્ય એક પ્લેયરમાં દેખાયા કોરોનાના લક્ષણો

ભારત-ઈંગ્લેન્ડ સિરિઝ પર ખતરો, રિષભ પંત અન્ય એક પ્લેયરમાં દેખાયા કોરોનાના લક્ષણો

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

ઈંગ્લેન્ડમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે અને ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓમાં પણ કોરોનાના લક્ષણો દેખાયા છે.આમ ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરિઝ પર હવે ખતરો મંડરાઈ રહ્યો છે.આ સિરિઝ હવે નિયમિત શિડ્યુલ પ્રમાણે શરુ થશે કે કેમ તે કહેવુ પણ મુશ્કેલ છે.

આ ખેલાડીઓને આઈસોલેટ કરાયા છે પણ એવુ લાગી રહ્યુ છે કે, ટીમ ઈન્ડિયાના બીજા ક્રિકેટરોને પણ સંક્રમણ લાગ્યુ હોવાની શક્યતા વધી ગઈ છે.જેમને કોરોના થયો હોવાનુ કહેવાય છે તે પૈકી એક ખેલાડી વિકેટકીપર રિષભ પંત છે.રિષભ પંત તાજેતરમાં યુરો કપની ફૂટબોલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં હજારોની ભીડ વચ્ચે ગયો હતો.

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ બ્રેક આપવામાં આવ્યો હતો.ખેલાડીઓ ત્રણ સપ્તાહ સુધી વેકેશન પર હતા.તેઓ અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા અને તેના કારણે તેઓ કોરોનાના સપાટામાં આવ્યા હોવાની આશંકા છે.

સમાચાર એજન્સીના કહેવા પ્રમાણે બ્રિટનમાં બે ભારતીય ખેલાડીઓ કોરોનાથી પ્રભાવિત છે પણ તેમને બીજી કોઈ સમસ્યા નથી.એક ખેલાડીઓનો ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે.જ્યારે બીજા ખેલાડીનો ટેસ્ટ 18 જુલાઈએ કરવામાં આવશે.

બંને ખેલાડીઓમાં કોરોનાના શરુઆતી અલક્ષણો દેખાયા બાદ તેમની તપાસ કરવામાં આવી હતી.જોકે સૂત્રોનુ કહેવુ છે કે, પરેશાન થવા જેવી કોઈ વાત નથી.કારણકે જે ખેલાડી સંક્રમિત થયા છે તેમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.અન્ય એક ક્રિકેટરને આઈસોલેશનમાં રખાયો છે.સૂત્રનુ કહેવુ હતુ કે, બાકીના પ્લેયરો સ્વસ્થ છે અને તેમની નિયમિત રીતે તપાસ કરવામાં આવશે તથા નિયમોનુ કડકાઈથી પાલન કરાશે.

Share: