×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે મણિપુર પર UNના અહેવાલને નકારી કાઢ્યા, કહ્યું-'ભ્રામક દાવાઓ સમજણનો અભાવ છે'


ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુર ભડકેલી હિંસાનો મામલો હવે ફક્ત દેશમાં જ નહિ વિશ્વમાં પણ ચર્ચાય રહ્યો છે. હાલમાં જ UNમાં આ બાબતે ટીપ્પણી કરવામાં આવી હતી. જોકે આ ટીપ્પણી પર ભારત દ્વારા વળતી પ્રતિક્રિયા પણ સામે આવી છે. UN મણિપુર મુદે થયેલી ટિપ્પણીઓને ભારતે તદ્દન નકારી કાઢી છે. ભારતના પ્રતિનિધિએ આ ટિપ્પણીઓને અયોગ્ય, અનુમાનિત અને ભ્રામક ગણાવી હતી. સાથે જ કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.

UNએ મણીપુર મામલે વ્યક્ત કરી ચિંતા 

ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ કહ્યું હતું કે, મણિપુરમાં મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવીને લિંગ આધારિત હિંસાના સમાચાર અને તસવીરો ખૂબ જ ચિંતાજનક છે. આ સાથે તેમણે ભારત સરકારને હિંસાની ઘટનાઓની તપાસ કરવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે સમયસર પગલાં લેવા વિનંતી કરી. UNના નિષ્ણાતોએ મણિપુરમાં કથિત જાતીય હિંસા, ન્યાયવિહિન હત્યાઓ, બળજબરીથી વિસ્થાપન, ત્રાસ અને દુર્વ્યવહાર સહિતના ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી.

માનવ અધિકારોના રક્ષણ માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ

જોકે, ભારતે UN દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીઓને નકારી દીધી હતી. માનવ અધિકાર માટેના હાઈ કમિશનરની ઓફિસની વિશેષ શાખાએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ અને સ્થિર છે અને સરકાર સ્થિરતા જાળવવા માટે જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે. તેણે એમ પણ કહ્યું કે, સરકાર મણિપુરના લોકો સહિત ભારતના લોકોના માનવાધિકારની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.