ભારતે ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, મલેશિયાને 4-3થી પરાજયનો સ્વાદ ચખાડ્યો

ભારતે ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી,  મલેશિયાને 4-3થી પરાજયનો સ્વાદ ચખાડ્યો

image  : Twitter

ભારત અને મલેશિયા વચ્ચે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે શાનદાર રીતે પ્રદર્શન કરતાં ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ભારતીય ટીમે મલેશિયાને 4-3 ગોલથી પરાજય આપ્યો હતો.]

એક સમયે મેચ ગુમાવવાની અણીએ હતું ભારત 

મેચમાં એક સમયે મલેશિયાએ 3 ગોલ કર્યા હતા અને ભારત 1 જ ગોલ કરી શક્યું હતું. જેના લીધે ભારત પરાજયની અણીએ પહોંચી ગયું હતું. જોકે એકાએક એક જ મિનિટમાં બે ગોલ કરી ભારતીય ટીમે મેચને 3-3થી બરાબરી પર લાવી દીધી હતી. 

56મી મિનિટમાં ચોથો ગોલ કર્યો 

ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરમાં 56મી મિનિટમાં ચોથો ગોલ કર્યો હતો અને મેચ પોતાના નામે કરી લીધી હતી. આકાશદીપ સિંહે કાઉન્ટર અટેક કરી જોરદાર ફીલ્ડ ગોલ કર્યો હતો. 

Share: