×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે એક સાથે 36 સેટેલાઈટ લોન્ચ કર્યા: PM મોદી


- સ્ટૂડન્ટ પાવરથી ભારત પાવરફૂલ દેશ બનશે: PM મોદી

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2022, રવિવાર

પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાતનો આજે 94મો એપિસોડ હતો. 2014થી દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવીસીઓ સાથે જોડાય છે.

આજે મન કી બાતમાં પીએમ મોદીએ દેશ વાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છા પાઠવી હતી. પીએમ એ કહ્યું કે, પહેલા ગુજરાતમાં આટલી છઠની પૂજા કરવામાં નહોતી આવતી. પરંતુ હવે ગુજરાતમાં પણ છઠ પૂજા ઉજવાય છે. પીએમ મોદીએ આ મહાપર્વમાં સામેલ થનાર સૌ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, છઠ મૈયા સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે છે. છઠ પૂજા સૂર્યના પ્રકાશનું મહત્વ સમજાવે છે. સૂર્ય પ્રકાશના મહત્વની વાત કરતા જણાવ્યું કે, સોલાર એનર્જીના ક્ષેત્રમાં દુનિયા ભવિષ્ય જોઈ રહી છે. આજે આપણે સૌર ઉર્જાથી વીજળી બનાવી રહ્યા છીએ. સૌર ઉર્જાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે. ઘણા ગામોમાં સૌર ઉર્જાના કારણે રોજગારની તક વધી છે. કિસાન કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવાયા છે. વધુમાં જણાવ્યું કે, મોઢેરામાં સોલારથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. સૂર્યની શક્તિ પૈસા બચાવશે અને આવકમાં વધારો કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે, ભારત સ્પેસ સેક્ટરમાં આગળ વધી રહ્યું છે. ભારતે એક સાથે 36 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. બિન સરકારી કંપનીઓને પણ સ્પેસ સેક્ટરમાં અવસર મળશે. તેમણે સ્ટૂડન્ટ પાવર વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું કે, સ્ટૂડન્ટ પાવરથી ભારત પાવરફૂલ દેશ બનશે. IIT ના વિદ્યાર્થીઓ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. IIT કાનપુર અને IIT મદ્રાસની 5G લોન્ચિંગમાં મહત્વની ભૂમિકા રહા હતી. યુવાનોની પ્રતિભા દેશને આગળ લઈ જશે. 

મોદીએ જણાવ્યું કે, આવતી કાલે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવશે. આ વખતે રાષ્ટ્રીય રમતોનું સૌથી મોટું આયોજન થયું. રાષ્ટ્રીય રમતોમાં 60 નવા રેકોર્ડ બન્યા છે.