ભારતીય સૈન્યની પ્રવૃત્તિઓની ગુપ્ત માહિતી ISIને આપતા પકડાયેલા જવાનનું કોર્ટમાર્શલ થશે

ભારતીય સૈન્યની પ્રવૃત્તિઓની ગુપ્ત માહિતી ISIને  આપતા પકડાયેલા જવાનનું કોર્ટમાર્શલ થશે

image : twitter

નવી દિલ્હી, તા 18, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

ભારતીય સૈન્ય તેના એક જવાન વિરુદ્ધ સમરી કોર્ટ-માર્શલ કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ જવાન કથિત રુપે પાકિસ્તાની દૂતાવાસમાં તહેનાત એક આઈએસઆઈ એજન્ટને ઉત્તર સરહદે ચાલતી સૈન્ય ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી આપતો પકડાયો હતો. 

સૈન્યમાં ધોબી તરીકે કામગીરી કરતો હતો 

આર્મીના જે જવાનને ગુપ્ત માહિતી પૂરી પાડતો પકડવામાં આવ્યો છે તે ધોબી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. આરોપીની ઓળખ અલીમ ખાન તરીકે જાહેર કરાઈ હતી. તેને ચીનની સરહદે એક ફીલ્ડ એરિયામાં તહેનાત કરાયો હતો અને કથિતરુપે નવી દિલ્હીમાં દૂતાવાસમાં તહેનાત પાકિસ્તાની એજન્ટને સંવેદનશીલ માહિતી આપતા પકડી લેવાયો હતો. 

આરોપીનું નામ અલીમખાન 

અલીમ ખાન વિરુદ્ધ હવે સમરી કોર્ટ-માર્શલ કાર્યવાહી આગામી અમુક દિવસોમાં શરૂ થશે. તેને સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની જાસૂસી આબિદ હુસૈન ઉર્ફે નાઈક આબિદને ગુપ્ત માહિતી શેર કરતા પકડી લેવાયો હતો. તેણે ભારતીય સૈન્યમાં કામ કરતા એક જવાનને ૧૫ હજાર રુપિયા પણ આપ્યા હતા. 

સૈન્ય આ પ્રકારના કેસમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે 

સૂત્રોના અહેવાલ અનુસાર સૈન્યના જવાનોની આ પ્રવૃત્તિઓ એવા મહત્ત્વપૂર્ણ સમયે થઈ હતી જ્યારે ઉત્તર સરહદે ચીન આક્રમક થવાના પ્રયાસ કરી રહ્યું હતું અને એટલું જ નહીં પણ થોડીક માહિતી પણ વિરોધીઓ માટે મદદરુપ સાબિત થઇ શકે તેમ હતી. સૈન્ય આ પ્રકારના કેસમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને આ પ્રકારના કામમાં સામેલ દોષિતોને કડક સજા કરાય છે. અલીમ ખાને શત્રુઓની જાસૂસ એજન્સીએ આપેલા દસ્તાવેજોની યાદીમાં સૈન્યની પ્રવૃત્તિઓની સાથે સાથે ગાર્ડ ડ્યુટીની યાદી પણ સામેલ હતી જ્યાં તેને તહેનાત કરાયો હતો. 

હની ટ્રેપનો મામલો નથી 

એક અહેવાલ અનુસાર પકડાયેલા જવાને કોરોના લૉકડાઉનને ધ્યાનમાં રાખી વાહનોની અવર-જવરની યાદીની સાથે સાથે ફોર્મેશનના વાહનો સંબંધિત માહિતી પણ આપી હતી. તે ચીન સરહદે નિરીક્ષણ માટે મૂકી રાખેલા સેટેલાઈટની જગ્યા સુધી પહોંચાવાના પ્રયાસ પણ કરી રહ્યો હતો પણ તે સફળ થયો નહોતો. સૂત્રોએ જણાવ્યું કે આ મામલે કોઈ હની ટ્રેપ કે પછી માહિતી મેળવવા બ્લેમેઈલિંગ કરવાના પુરાવા મળ્યા નથી. 

Share: