×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય સેના માટે મોટો ખતરો! ચીન અક્સાઈ ચીનમાં બનાવી રહ્યું છે સુરંગો અને બંકર

ભારતના પાડોશી દેશ ચીન પોતાની અવળચંડાઈ મૂકી નથી રહ્યું. આગામી મહિને 2 સપ્ટેમ્બરે થનારા G20 સંમેલન પહેલા ચીન ભારતને ઉકસાવવાનો મોકો નથી છોડી રહ્યું. ગત દિવસોમાં ચીને એક વિવાદિત નકશો જાહેર કર્યો હતો, જેમાં ભારતના વિસ્તારને પોતાનો ગણાવવાનો દાવો કરી રહ્યું હતું. હવે એક રિપોર્ટ આવ્યો છે, જેમાં ભારતીય સેનાની ચિંતા વધી ગઈ છે. ડ્રેગન લદ્દાખના ડેપસાંગ મેદાનથી 60 કિલોમીટર દૂર અક્સાઈ ચિનમાં સૈનિકો અને હથિયારો માટે અંડરગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યું છે. સેટેલાઈટ તસવીરો જાહેર કરવામાં આવી છે, જેમાં ચીન બોર્ડર પર સુરંગો અને બંગર બનાવવાનું કામ ઝડપથી કરી રહ્યું છે.

અક્સાઈ ચીનમાં બંકર અને સુરંગો

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેશનલ ભૂ-માફિયા વિશેષજ્ઞોએ સેટેલાઈટ એજન્સી મેક્સર દ્વારા લેવામાં આવેલા ફોટોનું વિશ્લેષણ કર્યું છે. વિશેષજ્ઞોએ ઘાટીના બંને છેડાઓ પર પહાડો ખોદવામાં આવી રહેલા ઓછામાં ઓછા 11 પોર્ટલની ઓળખ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, ચીન સૈનિકો અને હથિયારો માટે બંકરો બનાવવાનું કામ કરી રહ્યું છે. નદી ઘાટીના કિનારે એક પહાડમાં સુરંગ બનાવી રહ્યું છે. આ જગ્યા LACના પૂર્વમાં અક્સાઈ ચીનમાં આવેલી છે. આ જગ્યા પર ચીનનો કબજો છે અને ઐતિહાસિક રીતે ભારત આના પર દાવો કરી રહ્યું છે.

રાફેલ અને ભારતીય તોપોથી ડર્યું ચીન

જોકે, આ તમામ તૈયારીઓ ચીનના ડરને બતાવે છે. આ ડર છે ભારતીય આર્ટિલરી અને હવાઈ હુમલાઓનો. હુમલાઓથી આ સૈનિકોની રક્ષાનો સંભવિત પ્રયાસ છે. સેટેલાઈટ તસવીરોના વિશેષજ્ઞ ડેમિયન સાઈમને કહ્યું કે, LAC નજીક જમીનની નીચે બંકર બનાવવું અને પાયાનો વિકાસ કરીને ચીન ભારતીય વાયુસેનાને મળેલા લાભને સંતુલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

જયશંકરે ફગાવ્યો ચીનનો વિવાદિત નકશો

વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન દ્વારા જાહેર કરવામાં આવેલો વિવાદિત નકશો ફગાવી દીધો. જયશંકરે કહ્યું કે, ચીનની જૂની આદત છે કે તેઓ પોતાના નકશાઓમાં તે વિસ્તારોને જોડે છે, જે તેના નથી. તેમણે કહ્યું કે, માનચિત્રમાં ભારતના ભાગોને પોતાનામાં મેળવવાથી જમીન પર વસ્તુઓ ન બદલી શકાય.