ભારતીય રૂપિયાનું ડોલર સામે વધતુ વર્ચસ્વ, 35 દેશો બાદ મલેશિયાએ પણ સ્વીકારવાની આપી મંજૂરી

ભારતીય રૂપિયાનું ડોલર સામે વધતુ વર્ચસ્વ, 35 દેશો બાદ મલેશિયાએ પણ સ્વીકારવાની આપી મંજૂરી

ભારતના મોટા ભાગના વિદેશી દેશો સાથે સારા સંબંધ રહ્યા છે. એવામાં જો  ભારત અને મલેશિયા વચ્ચેની વાત કરવામાં આવે તો બંને દેશો  મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે.  બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય સમિટ પણ થાય છે. આ બંને રાષ્ટ્રો આસિયાન જૂથમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બંને દેશો વચ્ચેનો વેપાર હવેથી રૂપિયામાં પણ થશે

વેપારના સંદર્ભમાં પણ બંને દેશો વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે ભારત અને મલેશિયા વચ્ચેના વેપારને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી બંને દેશો વચ્ચેના વેપારના ચલણ સાથે સંબંધિત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચેનો વેપાર હવે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ થઈ શકશે.

35 દેશોએ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવા મંજૂરી આપી  

અત્યાર સુધીમાં 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવા સકારાત્મ અભિગમ દાખવ્યો છે. રશિયા ઉપરાંત ભારતના પડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ પણ આમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની વધુ માંગ છે. અત્યાર સુધી ભારત દરેક વસ્તુની ચૂકવણી ડોલરમાં કરે છે. આ માટે ભારત દ્વારા દર વર્ષે અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. જો ભારત પણ રૂપિયા દ્વારા આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે ચૂકવણી કરે તો ડોલર પરની નિર્ભરતા ઘટી શકે છે.

Share: