×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય નૌસેનામાં મિસાઈલ્સ વડે સજ્જ MH-60 રોમિયો હેલિકોપ્ટર પણ કરશે દુશ્મનોનો સામનો


- ભારતીય પાયલોટ્સની પહેલી બેચ આ હેલિકોપ્ટર્સને ચલાવવા પ્રશિક્ષણ મેળવવા અમેરિકા પહોંચી ગઈ છે

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

આશરે એકાદ દશકા જેટલા લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભારતીય નૌસેનાને જુલાઈ મહિનામાં અમેરિકાથી પહેલી ખેપમાં 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મળશે. આ હેલિકોપ્ટર્સ બહુપરિમાણીય રડારો વડે સજ્જ છે અને રાતે પણ દુશ્મનો પર હુમલો કરી શકશે. આ હેલિકોપ્ટર્સમાં હવામાં રહીને માર કરી શકે તેવી હેલફાયર મિસાઈલ, ટારપીડો અને દુશ્મન પર અચૂક નિશાન તાકી શકે તેવા હથિયાર લાગેલા છે. 

રોમિયો હેલિકોપ્ટર્સ માલવાહક વિમાનો, યુદ્ધ જહાજો અને વિધ્વંસકોથી પણ સંચાલિત થઈ શકશે. તેને દરિયામાં રાહત અને સંશોધન અભિયાન ઉપરાંત શિકાર સબમરીનમાં પણ તૈનાત કરી શકાશે. 

આગામી મહિને મળશે 3 હેલિકોપ્ટર

હકીકતે ભારત અને અમેરિકા વચ્ચે 2020માં લૉકહીડ માર્ટિન કંપની સાથે 16,000 કરોડ રૂપિયામાં આવા 25 બહુપરિમાણીય હેલિકોપ્ટર્સ ખરીદવાનો કરાર થયો હતો. ભારત અને અમેરિકા 30 પ્રીડેટર ડ્રોનની ખરીદીને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે. આ ડ્રોન ભારતીય સુરક્ષા દળોની ક્ષમતામાં વધારો કરશે. 

ભારતીય પાયલોટ પ્રશિક્ષણ માટે અમેરિકા પહોંચ્યા

ભારતીય પાયલોટ્સની પહેલી બેચ આ હેલિકોપ્ટર્સને ચલાવવા પ્રશિક્ષણ મેળવવા અમેરિકા પહોંચી ગઈ છે. પ્રશિક્ષણ માટે અમેરિકા પહોંચેલા ભારતીયોને પહેલા ફ્લોરિડાના પેનસૈકોલા શહેરમાં પ્રશિક્ષણ આપવામાં આવશે. ત્યાર બાદ કેલિફોર્નિયાના સૈન ડિયાગો ખાતે તેમને ટ્રેઈનિંગ આપવામાં આવશે.