×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં ભ્રષ્ટાચાર, સંપ્રદાયિકતા અને કોમવાદને કોઈ સ્થાન નથી : PM મોદી


આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં ભારતની અર્થવ્યવસ્થા અંગેની વાતનો ઉલેખ્ખ કર્યો હતો. તેમણે આ ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદનું આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય. વિશ્વનો GDP કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિત દૃષ્ટિકોણમાં બદલાઈ રહ્યો છે. 

આવનારા ભવિષ્યમાં ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે ભારત 

એક દશક કરતાં પણ ઓછા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા પાંચ સ્થાન ઉપર કૂદવાની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન મોદીએ આ  ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આવનારા ભવિષ્યમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે જેને આગામી એક હજાર વર્ષ સુધી યાદ રાખવામાં આવશે. આ ઉપરાંત વધારેમાં તેમણે કહ્યું કે, ભારતને લાંબા સમયથી ભૂખમરીવાળા દેશ તરીકે જોવામાં આવતું હતું, હવે તે એક અબજ મહત્વાકાંક્ષી દિમાગ અને બે અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે.

પાકિસ્તાન અને ચીનના વાંધાને નકારી કાઢ્યા 

કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં G-20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાને નકારી કાઢતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના દરેક ભાગમાં બેઠકો યોજવીએ સ્વાભાવિક છે. પીએમ મોદીએ કહ્યું, દુનિયાએ G-20માં અમારા શબ્દો અને અભિગમને માત્ર વિચારો તરીકે જ નહીં, પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જોયા છે.