×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, હવામાન વિભાગે કરી પુષ્ટી, સામાન્ય કરતાં અઠવાડિયું મોડું


આજથી કેરળમાં મેઘરાજાની એન્ટ્રી થઇ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, કેરળમાં ચોમાસું 1 જૂનની બેસવાની સંભાવના હતી જે સામાન્ય તારીખથી 7 દિવસ મોડું છે. હવે તે આગામી ત્રણ-ચાર દિવસમાં કર્ણાટક અને તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્ર અને ગોવામાં એક સપ્તાહ બાદ થશે મેઘરાજાની એન્ટ્રી 

મહારાષ્ટ્ર અને ગોવામાં એક સપ્તાહ બાદ ચોમાસું દસ્તક આપી શકે છે. તે જ સમયે, ઉત્તર ભારતમાં ચોમાસું આ મહિનાના અંત સુધીમાં રાજધાની દિલ્હીમાં પહોંચવાની સંભાવના છે.

આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી

દેશમાં ચોમાસાનો પ્રથમ વરસાદ કેરળમાં થયો છે. આ વખતે દેશમાં ચોમાસું એક સપ્તાહ મોડું થયું છે. જો કે હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આનાથી વરસાદ પર કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે.