×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં એપ્રિલ-ફેબ્રુઆરીમાં વીજળીનો વપરાશ 10% વધ્યો, જુઓ કેટલા અબજ યૂનિટ વપરાઈ

image : pixabay 


ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં વીજળીનો વપરાશ 10 ટકા વધીને 1375.57 અબજ યૂનિટ(બીયુ) થઈ ગયો છે. આ આંકડો નાણાકીય વર્ષ  2021-22ના કુલ વીજળી સપ્લાયથી વધુ છે. સરકારી આંકડાઓ અનુસાર એપ્રિલ-ફેબ્રુઆરી 2021-22માં વીજ વપરાશ 1245.54 અબજ યૂનિટ હતો. આ રીતે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22માં વીજ વપરાશ 1374.02 અબજ યૂનિટ હતો. નિષ્ણાતો કહે છે કે આવનારા મહિનાઓમાં ખાસ કરીને ઉનાળામાં પુષ્કળ માગને પગલે વીજ વપરાશ બે અંકોમાં વધવાની શક્યતા છે. 

વીજ મંત્રાલયે ચાલુ વર્ષે એપ્રિલ દરમિયાન દેશમાં 229 ગીગાવૉટની વીજ માગનો અંદાજ વ્યક્ત કર્યો

વીજ મંત્રાલયે ચાલુ વર્ષે એપ્રિલ દરમિયાન દેશમાં 229 ગીગાવૉટની વીજ માગનો અંદાજ વ્યક્ત કર્યો છે જે એક વર્ષ પહેલા આ મહિને નોંધાયેલી 215.88 ગીગાવૉટથી વધારે છે. મંત્રાલયે વીજળીની વધારે માગને પૂરી કરવા માટે અનેક પગલાં ભર્યા છે અને રાજ્યના એકમોએ વીજકાપ કે લોડશેરિંગથી બચવા કહ્યું છે. મંત્રાલયે તમામ આયાત કરેલા કોલસા આધારિત પ્લાન્ટને 16 માર્ચ 2023થી 15 જૂન 2023 સુધી સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવા પણ કહ્યું છે.