ભારતને નવા બંધારણની જરુર છે, આ મુખ્યમંત્રીની માંગણીએ રાજકીય મોરચે સર્જયો ખળભળાટ

ભારતને નવા બંધારણની જરુર છે, આ મુખ્યમંત્રીની માંગણીએ રાજકીય મોરચે સર્જયો ખળભળાટ

નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી.2022

તેલંગણાના મુખ્યમંત્રી કે સી રાવે ભારત માટે નવા બંધારણની માંગ કરીને રાજકીય મોરચે હલચલ મચાવી દીધી છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારતના બંધારણને ફરી લખવાની જરુર છે અને આ માટે હું અભિયાન છેડવાનો છું.દેશના ઘણા નેતાઓ સાથે આ માટે હું મુલાકાત કરવાનો છે.મને લાગે છે કે, નવુ બંધારણ લખવાની જરુર છે.કારણકે મને મારા અનુભવ પરથી લાગે છે કે, લોકોની કેટલીક અપેક્ષાઓ પૂરી થઈ નથી.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ભારતમાં બંધારણ ફરી લખવાની જરુર છે.એવુ નથી કે, બંધારણ બન્યા પછી તેમાં સુ ધારા નથી થયા.તેમાં 80 જેટલા સુધારા વધારા અત્યાર સુધી થઈ ચુકયા છે.હું તમામ નેતાઓને મળીશ અને મારી વાત રજૂ કરીશ.

કે સી રાવે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે રાજ્યોને વધારે સત્તા આપવાની અને રાજ્યોએ પોતાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધારે સત્તા આપવાની જરુર છે.

Share: