×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતની મેન્સ હોકી ટીમનો બેલ્જિયમ સામે સેમિફાઈનલમાં પરાજય : હવે બ્રોન્ઝ માટે તક


વીમેન્સ હોકીની આજે ભારત-આર્જેન્ટિના વચ્ચેની સેમીફાઇનલ બપોરે 3.30થી 

ભારતની મેન્સ હોકી ટીમ કાલે જર્મની સામે બ્રોન્ઝ માટે સવારે 7.00થી ટકરાશે : આજે બોક્સિંગની સેમિફાઇનલમાં લવલિન ઉતરશે

ટોક્યો : ભારતની મેન્સ હોકી ટીમનો આજે સેમિફાઇનલમાં બેલ્જીયમ સામે 5-2થી આસાન પરાજય થતા તેઓની ગોલ્ડ કે સિલ્વર મેડલ મેળવવાની આશાનો અંત આવ્યો છે. તેઓએ હજુ અન્ય સેમિફાઇનલમાં હારેલા જર્મની સામેની મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. 

ભારત અને જર્મની વચ્ચેની બ્રોન્ઝ મેડલ મેચ ગુરૂવારે 5 ઓગસ્ટે સવારે 7.00 વાગેથી રમાશે. બીજી તરફ ભારતની મહિલા હોકીની ટીમની આર્જેન્ટિના સામેની સેમિફાઇનલ મેચ આવતીકાલે બપોરે 3.30 વાગે રમાશે.

ભારત માટે મહિલા વેલ્ટર (64થી 69 કિલો) બોક્સિંગમાં બ્રોન્ઝ નિશ્ચિત કરી ચૂકેલી લવલિના બોર્ગોહેઇન આજે સેમિફાઇનલમાં ટર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝે સુરમેનેલી સામે મુકાબલો કરશે. આ જંગ સવારે 11 વાગે યોજાશે. જો જીતશે તો ગોલ્ડ કે સિલ્વર માટે નિશ્ચિત બનશે. કાલે ભાલા ફેંકમાં નિરજ ચોપડા અને કુસ્તીમાં દિપક પૂણીયાના દેખાવ પર પણ નજર રહેશે.