ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

વૉશિંગ્ટન, તા. 9. નવેમ્બર 2021 મંગળવાર

દિગ્ગજ અમેરિકન રોકાણકાર માર્ક મોબિયસનો દાવો છે કે, ભારતીય શેર બજારમાં બીજા 50 વર્ષ સુધી તેજી જોવા મળશે.

તેમણે પોતાના ઉભરતા દેશો માટેના ફંડમાંથી 50 ટકા રકમ તો ભારત અને તાઈવાનના શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરી છે.તેમનુ માનવુ છે કે , ચીનનુ બજાર ડાઉન થઈ રહ્યુ છે એટલે ભારત જેવા દેશોમાં રોકાણ કરવુ જોઈએ.

માર્કે ચીનના શેર બજારમાં જોવા મળેલા કડાકા બાદ ભારત અને તાઈવાનના સ્ટોક માર્કેટને પંસદ કર્યુ છે.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં માર્કે કહ્યુ હતુ કે, 50 વર્ષ સુધી ભારતના શેર બજારમાં તેજી જોવા મળશે.જોકે વચ્ચે-વચ્ચે મંદીનો દોર કેટલાક સમય માટે દેખાશે.

તેમણે કહ્યુ હતુ કે, 10 વર્ષ પહેલા ચીન જ્યાં હતુ ત્યાં આજે કદાચ ભારત ઉભુ છે.તમામ રાજ્યોમાં એક સરખા નિયમો અને કાયદા બનાવવાની ભારત સરકારની નીતિના કારણે દેશને લાંબા ગાળે બહુ મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, માર્ક મોબિયસની માન્યતાથી વિપરીત મોર્ગન સ્ટેનલી અને નોમુરા હોલ્ડિંગે ભારતના શેર બજારનુ રેટિંગ ઘટાડ્યુ છે.

માર્ક મોબિયસ મોબિયસ કેપિટલ પાર્ટનર્સના સંસ્થાપક છે.તેમનુ કહેવુ છે કે, ચીનના કારણે વૈશ્વિક સ્તરે બીજા બજારો પર અસર થઈ રહી છે પણ ભારત જેવા દેશો પણ જ્યાંના માર્કેટ ઉપર જઈ રહ્યા છે.

Share: