ભારતના રેલવેમંત્રીની મોટી જાહેરાત: દેશને મળશે નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન

ભારતના રેલવેમંત્રીની મોટી જાહેરાત: દેશને મળશે નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન

નવી દિલ્હી, તા. 5 ફેબ્રુઆરી 2023, રવિવાર

આગામી સમયમાં દેશને મળી શકે છે નવી વંદે ભારત ટ્રેન. આજે ભારતના રેલવેમંત્રીએ દેશને નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન આપવાની જાહેરાત કરી છે. ભારતના રેલવેમંત્રીએ કહ્યુ કે ભારતીય રેલવે તેની હાઈ સ્પીડ વંદે ભારત સ્લીપર કોચ સાથે લાવવા જઈ રહ્યા છે. તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતુ ંકે આ વર્ષના એન્ડમા એટલે કે ડીસેમ્બર સુધીમાં નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન શરુ કરવાની યોજના છે. 

આગામી ડીસેમ્બર સુધીમાં નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન શરુ કરી દેવામાં આવશે

ભારતના રેલવેમંત્રીએ અશ્વીની વૈષ્ણવે આ વિશે મહત્વની જાહેરાત કરતાં કહ્યુ હતુ કે, આગામી એક વર્ષમાં દેશમાં નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન શરુ કરવાની યોજના છે. ભારતીય રેલવેમાં અત્યારે દેશમાં વંદે ભારત ટ્રેનમાં માત્ર બેસવાની સુવિધા છે. એટલે મુસાફરો માત્ર બેસીને જવાની સુવિધા છે. અને વંદે ભારત ટ્રેન લગભગ 500 થી 600 કિલોમીટરનું અંતર આવરી લે છે.

સ્લીપર કોચ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો
રેલવેમંત્રીએ વાત કરતા કહ્યું કે  આ અંગે સ્લીપર કોચ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેના પરિણામે રેલવે મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં એક નવી સુવિધા આપવાની આ એક વિશેષ યોજના છે. જે અતર્ગત આગામી ડીસેમ્બર સુધીમાં નવી સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન શરુ કરી દેવામાં આવશે. 

Share: