ભારતથી ઓમાન જતા મુસાફરોને હવે ક્વોરન્ટાઇનમાં નહીં રહેવું પડે, કોવેક્સિનને મંજૂરી મળી

ભારતથી ઓમાન જતા મુસાફરોને હવે ક્વોરન્ટાઇનમાં નહીં રહેવું પડે, કોવેક્સિનને મંજૂરી મળી


– ઓમાનની સરકારે મુસાફરી માટે સ્વીકૃત રસીની યાદીમાં કોવેક્સિનને સામેલ કરી

મસ્કત, તા. 28 ઓક્ટોબર 2021, ગુરૂવાર

ભારતથી ઓમાન જતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ રસીને ઓમાન સરકારે મુસાફરો માટે મંજૂરી આપી દીધી છે. જેના કારણે ઓમાન જતાં મુસાફરોએ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું નથી પડે.

ભારત બાયોટેકના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર જણાવ્યાં અનુસાર ‘કોવેક્સિન રસીને હવે ક્વોરેન્ટાઇન વગર ઓમાન મુસાફરી માટે મંજૂરી મળી ગઈ છે. કોવેક્સિનને કોવિડ-19 રસીની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેને લીધે હવે ભારતથી કોવેક્સિન લઇને ઓમાન જતા મુસાફરો માટે મુસાફરી સરળ રહેશે. 

મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ઓમાન સરકારે ઓમાનની મુસાફરી માટે સ્વીકૃત કોવિડ-19 રસીની લિસ્ટમાં કોવેક્સિનને પણ સામેલ કરવામાં આવી છે. સિવિલ એવિયેશન ઓથોરિટીએ આ અંગે 27 ઓક્ટોબરે એક જાહેરનામું બહાર પડ્યું છે’ ભારતતી ઓમાન જતા મુસાફરો જેમને આગમન પહેલા ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કોવેક્સિન રસીના બંને ડોઝ લીધા હાસે તેઓ ઓમાનની યાત્રા પૂર્ણ કરી શકશે.

Share: