ભાજપ સત્તા પર નહીં આવે ત્યાં સુધી રાતનુ ભોજન નહીં કરુ, આ રાજ્યના પ્રદેશ અધ્યક્ષે લીધી પ્રતિજ્ઞા

ભાજપ સત્તા પર નહીં આવે ત્યાં સુધી રાતનુ ભોજન નહીં કરુ, આ રાજ્યના પ્રદેશ અધ્યક્ષે લીધી પ્રતિજ્ઞા

નવી દિલ્હી,તા.4.ફેબ્રુઆરી.2022 શુક્રવાર

રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ આજકાલ પોતાની પ્રતિજ્ઞાના કારણે ચર્ચામાં છે.

પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ જાહેર મંચ પરથી એલાન કર્યુ છે કે, જ્યાં સુધી રાજસ્થાનમાં ભાજપની સરકાર નહીં બને ત્યાં સુધી હું એક જ ટંક જમીશ અને રાતનુ ભોજન નહીં કરુ.સરકાર નહીં બને ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમમાં હાર કે બૂકે નહીં સ્વીકારુ અને પાઘડી પણ નહીં પહેરુ.

ઉલ્લેખનીય છે કે, 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને માટે રાજકીય માહોલ અત્યારથી ગરમાવા માંડ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પુનિયા હાલમાં યુપીમાં પ્રચાર કરી રહ્યા છે.તેમણે એક ચૂંટણી સભામાં ઉપરોક્ત એલાન કર્યુ હતુ.સાથે સાથે કહ્યુ હતુ કે, ભાજપ રાજસ્થાનમાં સત્તા પર પાછી નહીં આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.ભાજપના નવા ઉમેદવારોને 2023માં પોતાની જાતને સાબિત કરવાનો મોકો આપશે.

Share: