ભાજપ-સંઘ મારા ગુરુ સમાન, તેમણે મને શીખવ્યું કે રાજકારણમાં શું ન કરવું જોઈએ : રાહુલ ગાંધી

ભાજપ-સંઘ મારા ગુરુ સમાન, તેમણે મને શીખવ્યું કે રાજકારણમાં શું ન કરવું જોઈએ : રાહુલ ગાંધી

અમદાવાદ, 31 ડિસેમ્બર 2022, શનિવાર

રાહુલ ગાંધીએ આજે એક પ્રેસ કોંન્ફરન્સ કરી હતી અને પત્રકારોના પ્રશ્નના જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. ભારત જોડો યાત્રા પર રાહુલે કહ્યુ હતું કે હું ભારત જોડો યાત્રાથી ઘણું બધુ સીખ્યો છું અને ભારત જોડો યાત્રા સફળ યાત્રા છે. અપેક્ષા કરતા વધુ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. તેણે કહ્યું કે શરૂઆતમાં લાગ્યું કે આ માત્ર એક પ્રવાસ છે, બાદમાં સમજાયું કે આ એક જીવંત વસ્તુ છે. તેમાં એક લાગણી છે. ભાજપ અને સંધ વિષે બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ અને સંઘ એ મારા ગુરુ સમાન છે.  તેમણે મને શીખવ્યું કે રાજકારણમાં શું ન કરવું? આ ઉપરાંત રાહુલે કહ્યુ કે દેશમાં નફરતનો માહોલ છે અને દેશમાં મોંધવારી અને બેરોજગારીનો મુદ્દો છે. અમારી સાથે સમગ્ર વિપક્ષ છે તેમ રાહુલ ગાંધીએ કહ્યુ હતું.

વિપક્ષી એકતા અંગે આ વાત કહી
વિપક્ષી એકતાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ અમારી સાથે ઉભા છે. એમાં કોઈ શંકા નથી, પરંતુ દરેક પક્ષની પોતાની રાજકીય મજબૂરીઓ હોય છે. ભારત જોડો યાત્રામાં કોઈ આવે કે ન આવે તે તેમના પર નિર્ભર છે. આ પ્રવાસમાં દરેકનું સ્વાગત છે. તેમણે કહ્યું કે અમે કોઈને અમારી સાથે જોડાતાં કોઈને રોકીશું નહીં. જો અખિલેશ, માયાવતી અને અન્ય લોકો ‘મોહબ્બત કા હિન્દુસ્તાન’ બનાવવા માગતા હોય તો બધા તેમાં જોડાશે.

Share: