×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી, ગુજરાતમાંથી કોઈને સ્થાન ન મળ્યુ


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમા 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ 13 રાષ્ટ્રીય સાચીવોની પણ નવી નિમણૂક કરવામાં આવી છે. આ નવી યાદીમાં ગુજરાતમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. 

ભારતીય જનતા પાર્ટીએ નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ અને સૌદાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય કૈલાશ વિજયવર્ગીય, અરુણ સિંહ અને તરુણ ચુગને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. 

સંજીવ બંદીને રાષ્ટ્રીય મહાસચિવ બન્યા

સંજીવ બંદી અને સુનીલ બંસલને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સંજીવ બંદીને કેન્દ્રીય ટીમમાં સામેલ કરીને પાર્ટીએ તેલંગાણાને એક સંદેશ આપ્યો છે. કૈલાશવિજયવર્ગીય, તરુણ ચુગ, વિનોદ તાવડે, અરુણ સિંહને ફરી તક મળી છે અને ફરીથી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એકે એન્ટોનીના પુત્ર અરુણ એન્ટનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. એન્ટની થોડા સમય પહેલા જ પાર્ટીમાં જોડાયા હતા. કેન્દ્રીય ટીમમાં ગોરખપુરના પૂર્વ ધારાસભ્ય રાધા મોહન અગ્રવાલને એન્ટ્રી આપીને યુપીની રાજનીતિમાં મોટો સંદેશો આપ્યો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, પરંતુ હવે તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ લોકોને હટાવી દેવાયા

આંધ્રપ્રદેશના પ્રભારી સુનીલ દેવધરને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ સિવાય સીટી રવિ અને દિલીપ સૈકિયાને પણ જનરલ સેક્રેટરી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના સાંસદ અને પૂર્વ સહ ખજાનચીને હટાવીને તેમની જગ્યાએ નરેશ બંસલને કો-ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે.