×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જવાબદારી હવે આમના માથે સોંપી, બનાવ્યા ઈન્ચાર્જ

image : Facebook


બેંગ્લુરુ, તા 4, ફેબ્રુઆરી, 2023

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મામલે ભાજપે કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને વધુ એક મોટી જવાબદારી સોંપતા તેમને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ બનાવી દીધા છે.  કેન્દ્ર સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાન પાસે શિક્ષણ મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી પણ છે.  

રાજ્યમાં એપ્રિલ-મેમાં ચૂંટણીની શક્યતા

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 11 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાતે આવવાના છે.  તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈને આ ચૂંટણીના કો-ઈન્ચાર્જ બનાવાયા છે.  ભાજપ દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી.નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ઈન્ચાર્જ અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈને કો-ઈન્ચાર્જ નિયુક્ત કર્યા છે. અહીં એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાવાની છે. તેને લઈને કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી લીધી છે.