ભાજપમાંથી રાજીનામાની હોડ છતા 50 ટકા લોકો માને છે કે, ભાજપની સરકાર બનશે

ભાજપમાંથી રાજીનામાની હોડ છતા 50 ટકા લોકો માને છે કે, ભાજપની સરકાર બનશે

લખનૌ, તા. 14. જાન્યુઆરી 2022 શુક્રવાર

યુપી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપમાંથી રાજીનામુ આપવાની હોડ જામી છે.

હાલમાં ભાજપમાંથી 3 મંત્રીઓ સહિત 9 ધારાસભ્યો રાજીનામા આપી ચુકયા છે.એ પછી થયેલા એબીપી-સી વોટર સર્વેના તારણો સામે આવ્યા છે.જેમાં 50 ટકા લોકોનુ માનવુ છે કે, મોટી ઉલટફેર પછી પણ ભાજપ સત્તા પર પાછી ફરશે.28 ટકા લોકોનુ કહેવુ છે કે, આ વખતે સપાની સરકાર બનશે.સર્વેમાં સામેલ નવ ટકા લોકોનુ કહેવુ છે કે, આ વખતે બસપા સરકાર બનાવશે.માત્ર 6 ટકા લોકો કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા રાખી રહ્યા છે. બે ટકા જ લોકોનુ માનવુ છે કે, કોઈને બહુમતિ નહીં મળે.

સીએમ યોગીના કામકાજ અંગે 44 ટકા લોકોનુ કહેવુ છે કે તેમનુ કામ સારુ છે અને 20 ટકા લોકો તેમના કામને સરેરાશ માને છે.જ્યારે 36 ટકા લોકોએ યોગીનુ કામ ખરાબ હોવાનુ કહ્યુ છે. આ આંકડો ભાજપ માટે ચિંતાજનક છે તેવુ કહી શકાય.

Share: