×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપનું ચાલે તો મહાત્મા ગાંધીજીની જગ્યાએ સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેઃ ઓવૈસી

નવી દિલ્હી,તા.13 ઓકટોબર 2021,બુધવાર

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, આંદામાન જેલમાં કાળા પાણીની સજા ભોગવી રહેલા વીર સાવરકરને દયાની અરજી કરવા માટે ગાંધીજીએ સલાહ આપી હતી. કારણકે દયાની અરજી કરવી એ કેદીનો અધિકાર હોય છે.

બીજી તરફ આ નિવેદનને લઈને રાજકીય મોરચે પણ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. AIMIMના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીનુ કહેવુ છે કે, આ લોકો( ભાજપ)ઈતિહાસને તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે. જો આવુ જ ચાલતુ રહ્યુ તો તેઓ રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીજીને હટાવીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે.

ઉલ્લેખનીય છે કે, વીર સાવરકરને લગતા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યુ હતુ કે, માર્કસવાદી અને લેનિનવાદી વિચારધારાઓનુ પાલન કરતા લોકોએ સાવરકર પર ફાસીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો.