×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભલે ચીન-અમેરિકામાં કોરોનાના કેસો વધ્યા હોય, ભારતીયોએ ચિંતા કરવાની જરૂર નથી, જુઓ કોણે કહ્યું

Image - pixabay

નવી દિલ્હી, તા.21 ડિસેમ્બર-2022, બુધવાર

ચીન ફરી એકવાર સંક્રમણથી પસાર થઈ રહ્યુ છે. ઝીરો પ્રોટોકોલમાં આપેલી ઢીલ બાદ ચીનમાં હાલત ખુબ જ ગંભીર છે.  ચીનમાં વધતા જતા કેસોને લઈને હાલાત બગડતા જઈ રહ્યા છે. હોસ્પિટલમાં સંક્રમિતોની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાથી આશ્ચર્યજનક રીતે મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે. ત્યારે ચીનમાં કોરોના વાયરસના સંક્રમણ અને કોવિડ-19ના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, ચીનમાં વધતા જતા કોરોના કેસોના અહેવાલો ચિંતાજનક છે. આપણે ગભરાવાની જરૂર નથી. આપણે કરેલું રસીકરણ અભિયાન ખુબ જ સફળ રહ્યું છે. આપણે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ.

Image - Adar Poonawalla, Twitter

18 ડિસેમ્બરે કોરોનાના આંકડો દોઢ મહિનામાં 55 ટકા વધી ગયો

આ સાથે આપને જણાવી દઈએ કે અત્યારે ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ જ સમયે વિશ્વના ઘણા દેશોમાં ખાસ કરીને એશિયા અને યુરોપમાં કોરોના (કોવિડ ચેપ) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના સ્પાઇકમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. 18 ડિસેમ્બરે કોરોનાના આંકડો દોઢ મહિનામાં 55 ટકા વધી ગયો છે. આ આંકડો હવે 3.3 લાખથી વધીને 5.1 લાખ થઈ ગયો છે જે આવનારા સમયમાં વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક બની શકવાનો અંદાજ મળી રહ્યો છે. 

આરોગ્ય મંત્રી માંડવિયાની બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો

ભારત સરકારે પણ તકેદારીના ભાગરૂપે નિર્ણય લીધો છે કે, દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયમાં કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોવિડની હાલની પરિસ્થિતિની અંગે નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. 

ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ

નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભીડભાડવાળા સ્થળો પર લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. પૂરતી માત્રામાં કોવિડ ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આ દરમિયાન આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે આગળ શું પગલાં લેવાના છે.