×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રેકિંગ: DCWના વડા સ્વાતિ માલીવાલને કાર ચાલકે 10-15 મીટર સુધી ઢસેડ્યા


-  દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષ પણ સુરક્ષિત નથી: સ્વાતિ માલીવાલ

નવી દિલ્હી, તા. 19 જાન્યુઆરી 2023, ગુરૂવાર

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને એક કાર ચાલકે ગત રાત્રે 10-15 મીટર સુધી ઢસેડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે કાર ચાલકે તેમને કારમા બેસવા માટે કહ્યું અને તેમણે તેનો વિરોધ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નશામાં ધૂત એક કાર ચાલકે દિલ્હીમાં એઈમ્સ ગેટ નંબર બે ની સામે સ્વાતિ માલીવાલને 10થી 15 મીટર ઢસેડ્યા હતા. દિલ્હી પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ ઘટના સવારે 3:11 વાગ્યે બની હતી. AIIMSના ગેટ નંબર બેની સામે કાર ચાલકે સ્વાતિ માલીવાલને પોતાની કારમાં બેસવા કહ્યું. આ પછી જ્યારે માલીવાલ તેને ઠપકો આપી રહ્યા હતા ત્યારે કાર ચાલક હરિશ્ચંદ્રએ કારનો કાચ ઊંચો કરી દીધો હતો. જેના કારણે સ્વાતિ માલીવાલનો હાથ કારમાં ફસાઈ ગયો હતો. બાદમાં કાર ચાલક તેમને 10 થી 15 મીટર સુધી તેમને ઢસેડ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે 47 વર્ષીય હરિશ્ચંદ્ર નશાની હાલતમાં હતો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની વિરુદ્ધ એક FIR નોંધી લેવામાં આવી છે. આરોપી અને પીડિતાની મેડિકલ તપાસ કરી લેવામાં આવી છે. આ મામલે સ્વાતિ માલીવાલે કહ્યું કે, હું મોડી રાત્રે દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી. એક કારના ડ્રાઈવરે નશાની હાલતમાં મારી સાથે છેડતી કરી અને જ્યારે મેં તેને પકડ્યો તો તેણે મારો હાથ કારના અરીસામાં બંધ કરી દીધો અને મને ઢસેડી ગયો. ભગવાને જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષ સુરક્ષિત નથી તો પછી પરિસ્થિતિની કલ્પના કરો.