×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટિશ પીએમ બોરિસ જોનસન ભારત આવશે, પીએમ મોદીનુ આમંત્રણ સ્વીકાર્યુ

નવી દિલ્હી,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ભારત આવવાના પીએમ મોદીના નિમંત્રણને સ્વીકારી લીધુ છે.

વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, પરિસ્થિતિઓ જેવી સુધરશે એટલે જોનસન ભારતની યાત્રાનુ આયોજન કરશે.

આમ તો તેઓ આ વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં ઉપસ્થિત રહેવાના હતા પણ કોરોનાના કારણે તેમણે ભારતની યાત્રા રદ કરી હતી.

પીએમ મોદીએ સ્કોટલેન્ડમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ સમિટમાં બોરિસ જોનસન સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી. જેમાં રિન્યુએબલ એનર્જી, સંરક્ષણ જેવા મુદ્દાઓ પર બંને વચ્ચે ચર્ચા થઈ હતી.