બ્રાઝિલના સંસદમાં બોલસોનારો સમર્થકોના ઉગ્રવાદથી પીએમ મોદી ચિતિંત

બ્રાઝિલના સંસદમાં બોલસોનારો સમર્થકોના ઉગ્રવાદથી પીએમ મોદી ચિતિંત


– મોદીએ કહ્યું કે લોક્શાહી પરંપરાઓનું દરેકે સન્માન કરવું જોઈએ 

– બાઈડેને કહ્યું સ્થિતિ આક્રોશભરી હતી 

નવી દિલ્હી,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર

બ્રાઝિલની સંસદ, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોના સમર્થકો દ્વારા થયેલી તોડફોડ અને ઉત્પાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી એ કહ્યું છે કે, બ્રાસિલિયામાં સરકારી સંસ્થાઓ સામે ઉગ્રવાદ અને તોડફોડના સમાચારોથી ખુબ જ ચિંતિત છે. પીએમ મોદી એ કહ્યું કે લોક્શાહી પરંપરાઓનું દરેકે સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલના અધિકારીઓને પોતાનું સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.  

બ્રાઝિલની આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું, બ્રાઝિલમાં સ્થિતિ દક્ષિણપંથી પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોના સમર્થકો દ્વારા દેશની કોંગ્રેસ, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યા પછી આક્રોશભરી હતી. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા બ્રાઝિલમાં લોકશાહીને નબળી પાડવાના કોઈપણ પ્રયાસની નિંદા કરે છે. રાષ્ટ્રપતિ બાઈડેન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને બ્રાઝિલની લોકશાહી સંસ્થાઓ માટે અમારું સમર્થન અડીખમ છે. 

Share: