બ્રાઝિલના રાષ્ટ્રપતિને 10 દિવસથી સતત હેડકી આવી રહી છે, હોસ્પિટલમાં દાખલ કરાયા

બ્રાઝિલના રાષ્ટ્રપતિને 10 દિવસથી સતત હેડકી આવી રહી છે, હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો કોરોના મહામારીના મેનેજમેન્ટને લઈને તો ઘેરાયેલા જ છે પણ હવે તેમને સ્વાસ્થ્યની પણ સમસ્યા ઉભી થઈ છે.

તેમને છેલ્લા 10 દિવસથી આવી રહેલી હેડકી બંધ થવાનુ નામ નથી લઈ રહી અને તેના કારણે તેમને હવે બુધવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ડોકટરોનુ કહેવુ છે કે, તેમના આંતરડામાં પરેશાની છે અને તેના કારણે સતત હેડકી આવી રહી છે.આ  માટે સર્જરી કરવી પડે તેવી શક્યતા છે.

રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પહેલા આપેલા નિવેદનમાં કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ આર્મી હોસ્પિટલમાં છે અને હવે તેમને સારુ છે.ડોકટરો તેમની હેડકીની સમસ્યાનો ઈલાજ કરી રહ્યા છે.જોકે એ પછી કાર્યાલયે ફરી નિવેદન આપ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચાર અભિયાન દરમિયાન બોલસોનારોના પેટ પર કોઈએ ઈજા પહોંચાડી હતી અને તેની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં તેમના પર હુમલો થયો ત્યારે તેમને આંતરડા પર ઈજા થઈ હતી.તે વખતે પણ તેમની સર્જરી કરવામાં આવી હતી.તાજેતરમાં જાહેર કાર્યક્રમોમાં તેમને બોલવામાં સમસ્યા હોવાનુ દેખાઈ રહ્યુ હતુ.

Share: