×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોલિવૂડ એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવની ડ્રગ્સ કેસમાં ધરપકડ, વ્હોટ્સએપ ચેટથી ખુલાસો

- પોલીસે પહેલા મુજમ્મિલ અબ્દુલ રહમાન શેખ નામના આરોપીની ધરપકડ કરી, તેના ફોનમાં ધ્રુવ સાથેની વાતચીત મળી

મુંબઇ, તા. 5 મે 2021, બુધવાર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સના ખરીદ વેચાણમાં સામેલ એક અન્ય આરોપીને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. આ અન્ય આરોપીનું નામ મુજમ્મિલ અબ્દુલ રહમાન શેખ છે. બંન વચ્ચે ડ્રગ્સને લઇને થયેલી વ્હોટ્સએપ ચેટથી આ વાતનો ખુલાસો થયો છે.

આ મામલે પોલીસે સૌપ્રથમ મુજમ્મિલ અબ્દુલ રહમાન શેખની ધરપકડ કરી છે. આરોપી મુજમ્મિલને ત્યાંથી 35 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. મુજમ્મિલના ફોનને પણ પોલીસે જપ્ત કર્યો છે, જેમાં ધ્રુવ તાહિલની સાથે ડ્રગ્સને લઇને વાતચીત પણ સામે આવી છે. મુજમ્મિલ અને ધ્રુવ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબેન્ડને લઇને ચેટિંગનો ખુલાસો થયો છે. જેમાં ધ્રુવ તાહિલે મુજમ્મિલ પાસેથી કોન્ટ્રાબેન્ડ સહિત અન્ય ડ્રગ્સ અનેક વખત મંગાવ્યા હતાં

એન્ટી નાર્કોટિક સેલ, બાંદ્રા યુનિટે CR No. 34/2021 U/S 8(C) r/w 22 (B) NDPS એક્ટ 1985 અંતર્ગત કેસ દાખલ કરી દીધો છે. ધ્રુવ તાહિલ પર ડ્રગ્સને મંગાવવા ઉપરાંત પોતાના એકાઉન્ટમાંથી આરોપી મુઝમ્મિલના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત પણ સામે આવી છે. ધ્રુવ મુઝમમિલ સાથે 2019 થી માર્ચ 2021 સુધી સંપર્કમાં હતો. બુધવારના રોજ પોલીસે ધ્રુવ તાહિલની ધરપકડ કરી હતી. આ મામલે હજુ તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે દિલીપ તાહિલ ઘણા લાંબા સમયથી બોલિવૂડમાં અભિનય કરે છે. તેમણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ધ્રુવની એક તસવીર શેર કરીને કહ્યું હતું કે ‘મારો પુત્ર ધ્રુવ એક ઉભરતો એક્ટર છે.’