બીજી સપ્ટેમ્બરથી ધો.૬થી૮માં કલાસરૂમ શિક્ષણ સાથે પ્રાથમિક સ્કૂલો શરૂ

બીજી સપ્ટેમ્બરથી ધો.૬થી૮માં કલાસરૂમ શિક્ષણ સાથે પ્રાથમિક સ્કૂલો શરૂ

અમદાવાદ

ગુજરાત સરકારે
અંતે ધો.૬થી૮ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરૂ કરવાનો નિર્ણય લીધો છે અને જે મુજબ બીજી સપ્ટેમ્બરથી
રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬થી૮માં કલાસરૂમ શિક્ષણ શરૂ થશે. કોરોનાની બીજી
લહેરને પગલે માર્ચમાં સ્કૂલો બંધ થયા બાદ છ મહિને ફરી પ્રાથમિક સ્કૂલો શરૂ થશે. આજે
મળેલી સરકારની કેબિનેટની મીટિંગમાં  પ્રાથમિક
સ્કૂલો પણ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.

 કોરોનાની પ્રથમ લહેર બાદ દિવાળી પછી
જાન્યુઆરીમાં સૌપ્રથમ માધ્યમિક સ્કૂલો અને ત્યારબાદ ૧૮ ફેબુ્રઆરીથી રાજ્યમાં
ધો.૬થી૮ની સ્કૂલો શરૂ થઈ હતી.પરંતુ સ્કૂલો હજુ એક મહિનો ચાલી ત્યાં તો માર્ચમાં
કોરોનાની બીજી લહેરને પગલે તમામ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી.બીજી લહેર ઓસરી જતા અને
રાજ્યમાં કોરોનાના કેસ નહિવત થતાં સરકારે ૧૫ જુલાઈથી ફરી સ્કૂલો શરૂ કરી
છે.સૌપ્રથણ ધો.૧૨ની અને ત્યારબાદ ધો.૯થી૧૧ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૂ કરાયા બાદ
હવે સરકારે ધો.૬થી૮ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.આજે મળેલી
કેબિનેટ મીટિંગમાં પ્રાથમિક સ્કૂલો ૨જી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
બીજી સપ્ટેમ્બરથી ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬થી૮ના વર્ગોમાં કલાસરૂમ
શિક્ષણ શરૂ થશે.જો કે બાળકોની હાજરી મરજીયાત રહેશે અને વાલીઓની સંમતિ લેવામા આવશે.
૬ મહિના બાદ પ્રાથમિક સ્કૂલો ફરી શરૂ થતા સ્કૂલોના કેમ્પસમાં નાના બાળકો થી ફરી
ગૂંજી ઉઠશે.સ્કૂલને ન આવનારા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામા
આવશે.મહત્વનું છે કે હાલ ધો.૯થી૧૨ની સ્કૂલો ઓફલાઈન ચાલી રહી છે પરંતુ
વિદ્યાર્થીઓની હાજરી ૫૦થી૬૦ ટકા જોવા મળી રહી છે.

પ્રાથમિક
સ્કૂલો પણ શરૂ કરી દેવા માટે ખાનગી સ્કૂલો સંચાલકોએ માંગણી કરી હતી.ઉપરાંત સતત બે
વર્ષ સ્કૂલોમાં માસ પ્રમોશન અપાયા બાદ હવે ત્રીજી વાર શક્ય ન હોવાથી કલાસરૂમ
શિક્ષણ માટે સ્કૂલો શરૂ કરવી પડે.ઓનલાઈન શિક્ષણમાં બાળકો-વાલીઓ અને સ્કૂલોને પણ
મુશ્કેલી પડી રહી છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી
રહી છે ત્યારે ધો.૬થી૮માં હવે ઓફલાઈન વર્ગો શરૂ થતાં ફરી કલાસરૂમ શિક્ષણ શરૂ થશે
અને બાળકો શિક્ષકો સામે વર્ગોમાં ભણી શકશે.દિવાળી સુધી જો ૧૨થી૧૮ વર્ષ સુધીના
બાળકોનું વેક્સિનેશન પુરતુ થશે તો દિવાળી બાદ ધો.૧થી૫ની સ્કૂલો પણ શરૂ કરવામા આવી
શકે છે. શિક્ષણના દિવસો પુરા કરવા માટે સ્કૂલો ઓફલાઈન ધોરણે શરૂ કરવી પણ જરૂરી છે.

સરકાર દ્વારા ટૂંકમાં ગાઈડલાઈન જાહેર કરાશે 

સરકારે ધો.૬થી૮માં ઓફલાઈન વર્ગો ૨જી સપ્ટેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે પ્રાથમિક સ્કૂલોમાં બાળકો નાના હોય છે અને તેઓને સ્કૂલમાં રૂબરૂ બોલાવવા માટે અને કલાસરૂમ શિક્ષણ માટે શું ધ્યાન રાખવુ અને તેઓને લાવવા-લઈ જવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવુ તે સહિતની તમામ બાબતોને લઈને એસઓપી-ગાઈડલાઈન સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક બે દિવસમાં જાહેર કરી દેવાશે.


શિક્ષક દિન પહેલાં તમામ શિક્ષકોને રસી આપી દેવા કેન્દ્રની તાકીદ

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે કહ્યું હતું કે આ મહિને રાજ્યો માટે કોરોનાની રસીના ૨ કરોડ જેટલા વધારાના ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે, તે સાથે દરેક રાજ્યોને એવી પણ તાકીદ કરવામાં આવી છે કે આગામી ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવે તે પહેલાં તમામ શિક્ષકોને અગ્રીમતાના ધોરણે રસી અપાઇ જવી જોઇએ. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં ગત વર્ષના માર્ચ મહિનાથી દેશભરની સ્કુલો સદંતર બંધ કરી દેવાઇ હતી. જો કે કેન્દ્ર સરકારે ગત ોક્ટોબર મહિનાથી કોરોનાની સ્થિતિના આધારે તબક્કાવાર શાળાઓ ખોલવાની મંજૂરી પણ આપી હતી, તદઅનુસાર કેટલાંક રાજ્યોએ ઉચ્ચ ધોરણોના વર્ગો શરુ કરી ધીમે ધીમે શિક્ષણકાર્ય શરુ પણ કર્યું હતું ેવામાં ગત એપ્રિલમાં કોરોનાની બીજી લહેર ત્રાટકી તે સાથે જ દેશભરની શાળાઓને ફરીથી બંધ કરી દેવાઇ હતી.

હવે કોરોનાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો હોઇ કેટલાંક રાજ્યોએ ફરીથી શાળાઓ ખોલવાની શરુઆત કરી દીધી છે, પરંતુ શાળામાં કામ કરતાં તમામ કર્મચારીઓ અને શિક્ષકોને હજુ રસીના બંને ડોઢ અપાયા નથી તે બાબતે ચિંતા પ્રવર્તી રહી છે. આ મહિને દેશના પ્રત્યેક રાજ્યને રસીના ડોઝ પૂરી પાડવાની યોજના ઉપરાંત રસીના વધારાના ૨ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે અને અમે દરેક રાજ્યોનો વિનંતી કરી છે કે આગામી ૫ સપ્ટેમ્બરે સિક્ષકદિન આવે તે પહેલાં દરેક શિક્ષકોને અગ્રીમતાના ધોરણે રસી અપાઇ જાય તે બાબત સુનિશ્ચિત કરી લેવી

રાબેતા મુજબના ક્વોટા ઉપરાંત રસીને વધારાના બે કરોડ ડોઝ પણ ઉપલબ્ધ કરાવાયા છેઃ આરોગ્ય મંત્રી


ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં 33 લાખ  બાળકો

ગુજરાતમાં આવેલી તમામ બોર્ડની સરકારી-ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬થી૮ના ૩૩  લાખ જેટલા બાળકો છે. રાજ્યમાં સરકારી ૨૦ હજાર જેટલી અને ખાનગી ૧૦ હજાર જેટલી સ્કૂલો સહિત ૩૦ હજાર સ્કૂલોમાં અને સીબીએસઈ સહિતની અન્ય બોર્ડની સ્કૂલોમાં ભણતા ધો.૬થી૮ના બાળકો માટે ૨જી સપ્ટેમ્બરથી  કલાસરૂમ શિક્ષણ શરૂ થશે. હવે સત્રાંત પરીક્ષાઓ પણ કલાસમાં જ ઓફલાઈન રીતે લઈ શકાશે.ખાનગી સ્કૂલોના સંચાલકોએ કલાસરૂમ શિક્ષણ અને કલાસરૂમમાં જ ઓફાલાઈન પરીક્ષા માટે સરકારની મંજૂરી પણ માંગી હતી.

Share: