બિહાર : રેલીમાં સ્ટેજ પર ક્ષમતાથી વધુ લોકો ચઢી જતાં તૂટ્યો, સદભાગ્યે પૂર્વ CMનો બચાવ

બિહાર : રેલીમાં સ્ટેજ  પર ક્ષમતાથી વધુ લોકો ચઢી જતાં  તૂટ્યો, સદભાગ્યે પૂર્વ CMનો  બચાવ

image : twitter

બિહારના ગયાના ગાંધી મેદાનમાં હિન્દુસ્તાવી આવામ મોરચા(હમ) દ્વારા આયોજિત ગરીબ જગાઓ રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક જીતન રામ માંઝી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અનુસૂચિત જાતિ તથા જનજાતિ મંત્રી ડૉ. સંતોષ કુમાર સુમનના સ્વાગત દરમિયાન સ્ટેજ તૂટી પડ્યો હતો. જોકે ઘટનામાં પૂર્વ સીએમ તથા અન્ય લોકોને સદભાગ્યે બચાવ થયો હતો. 

આ કારણે દુર્ઘટના સર્જાઈ 

ખરેખર મંચ પર ક્ષમતાથી વધુ નેતા કાર્યકરો એકસાથે ચઢી ગયા હતા જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. તેના બાદ મંચ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઉતાવળે કાર્યકરો સ્ટેજ પરથી સીધા નીચે ઉતરી ગયા. આ રેલીમાં ડૉ. સંતોષ કુમાર સિંહે કહ્યું કે આ રેલી ફક્ત રાજકારણમાં હિસ્સેદારી નહીં પણ શિક્ષણ અને રોજગાર અપાવવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી રહી છે. 

Share: