બિહારથી બંગાળ સુધી વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ, તીવ્રતા સમાન નોંધાઈ

બિહારથી બંગાળ સુધી વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ, તીવ્રતા સમાન નોંધાઈ

image : Envato 

બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી. બુધવારે સવારે 5:35 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.

નેપાળમાં પણ ગઈકાલે ભૂકંપ આવ્યો હતો 

આ પહેલા મંગળવારે સવારે 6.50 કલાકે પશ્ચિમ નેપાળમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર, કાઠમંડુના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ નુકસાન અથવા જાનહાનિના તાત્કાલિક અહેવાલ નથી.

Share: