બાબા વિશ્વનાથના દર્શન અને સફાઈકર્મીઓ પર પુષ્પવર્ષા બાદ પીએમ મોદીએ કર્યુ કાશી કોરિડોરનુ લોકાર્પણ

બાબા વિશ્વનાથના દર્શન અને સફાઈકર્મીઓ પર પુષ્પવર્ષા બાદ પીએમ મોદીએ કર્યુ કાશી કોરિડોરનુ લોકાર્પણ

નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021

પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા બાદ કાશી વિશ્વનાથ કોરિડોરનુ લોકાર્પણ કર્યુ છે.આ માટેનુ શુભ મુહુર્ત સાચવવામાં આવ્યુ હતુ.

પીએમ મોદીએ આ પહેલા મંદિરમાં પૂજા અને અભિષેક કર્યો હતો.પંડિતોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનો બાબા વિશ્વનાથ પર અભિષેક કરાવ્યો હતો.

એ પછી પીએમ મોદીએ મંદિર પરિસરમાં ફરીને બાંધકામનુ નિરિક્ષણ પણ કર્યુ હતુ.લોકાર્પણ કરતા પહેલા તેમણે મંદિર પરિસરના સફાઈ કર્મચારીઓ પર પુષ્પવર્ષા કરી હતી અને તેમની સાથે ફોટોસેશન કરાવ્યુ હતુ.

એ પછી રિમોટ કંટ્રોલ વડે તેમણે કોરિડોરનુ લોકાર્પણ કર્યુ હતુ.આ પહેલા પીએમ મોદીએ ગંગા નદીમાં ડુબકી પણ લગાવી હતી અને કાશીની ગલીઓમાંથી તેમનો કાફલો પસાર થયો હતો.

Share: