બળવાખોરોને કોંગ્રેસનો સંકેત, આગામી ચૂંટણીમાં કેપ્ટન અમરિન્દરસિંહ જ હશે સીએમ પદના ઉમેદવાર

બળવાખોરોને કોંગ્રેસનો સંકેત, આગામી ચૂંટણીમાં કેપ્ટન અમરિન્દરસિંહ જ હશે સીએમ પદના ઉમેદવાર

પંજાબ,તા.25 ઓગસ્ટ 2021,બુધવાર

પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ભડકી ઉઠેલો છે.

સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ સામે પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિધ્ધુ તરફી ધારાસભ્યો બળવાના મૂડમાં છે ત્યારે કોંગ્રેસે આગામી ચૂંટણીમાં પણ સીએમ પદના ઉમેદવાર કેપ્ટન અમરિન્દર રહેશે તેવો સંકેત આપ્યો છે.

પ્રભારી હરીશ રાવતે કહ્યુ છે કે, કોંગ્રેસ પાર્ટી 2020માં પણ કેપ્ટનની આગેવાનીમાં જ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, આજે પાર્ટીના પાંચ મોટા નેતા હરીશ રાવતને મળવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન હરીશ રાવતે નેતાઓે સાફ કહ્યુ હતુ કે, કેપ્ટન અમરિન્દરસિંહને સીએમ તરીકે હટાવવાની માંગણી પૂરી નહીં થાય અને પાર્ટી તેમની જ આગેવાનીમાં ચૂંટણી લડશે.

દરમિયાન આ પાંચ નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળે તેવી સંભાવના છે. આ પૈકીના એક નેતાએ કહ્યુ હતુ કે, ધારાસભ્યોમાં નારાજગી છે ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડે મુખ્યમંત્રીને તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવાની ફરજ પાડવી જોઈએ.

Share: