×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બલૂન તોડી પાડવા અંગે ચીનની પહેલી પ્રતિક્રિયા, કહ્યું અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યુ

Image : Twitter

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2023, રવિવાર

અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. આ દરમિયાન બલૂન તોડી પાડવા પર ચીન તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ચીને અમેરિકાના બલૂનને તોડી પાડવાના પગલાનો સખત વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું છે કે અમેરિકાએ બલૂનને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

ચીને અમેરિકાને ધમકી આપી

બલૂનને પાડી દીધા બાદ ચીન ગુસ્સે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. ચીન તેના કાયદેસરના અધિકારો અને હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે અને જ્યારે જરૂરી હોય ત્યા આગળ જવાબ આપવાનો અધિકાર અનામત રાખશે.

અમેરિકાએ આજે ચીનના જાસૂસી બલૂનને ઉડાવી દીધુ હતું

છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં દેખાતું ચીનનું જાસૂસી બલૂન તોડી પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બલૂનને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. હવે ટીમો કાટમાળ એકત્ર કરવા સ્થળ પર જઈ રહી છે. આ બલૂનને તોડી પાડતા પહેલા ત્રણ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને એરસ્પેસ પણ બંધ રહી હતી. યુએસ આર્મીના એરક્રાફ્ટે તે જાસૂસી બલૂનને એટલાન્ટિક મહાસાગરમાં તોડી પાડ્યો હતો.