×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બડગામમાં શ્રદ્ધા હત્યા કાંડ જેવી ઘટના, મહિલાની હત્યા બાદ મૃતદેહના ટુકડા અલગ અલગ સ્થળે ફેંકયા



કાશ્મીરમાં આવેલ બડગામમાં એક હૃદયકંપી કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેના પર એક મહિલાની હત્યા સાથે તેના શરીરના ટુકડા કરવાન આરોપ છે.

આરોપી કરી ગુનાની કબૂલાત 

પ્રાથમિક અહેવાલો અનુસાર, 30 વર્ષીય મહિલા શિક્ષણમાં સ્નાતક માટે અભ્યાસ કરી રહી હતી. આ મહિલા 7 માર્ચથી ગુમ થઈ હતી. મહિલાની કોલ ડિટેલના આધારે પોલીસે શબ્બીર અહેમદને 8 માર્ચે કસ્ટડીમાં લીધો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીએ ગઈકાલે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. 45 વર્ષીય આરોપી શબ્બીર પરિણીત છે અને બડગામ જિલ્લાના ઓમપોરા વિસ્તારનો રહેવાસી છે. આ મામલે પોલીસ હજુ સુધી હત્યાના હેતુને જાહેર કર્યો નથી, મહિલાના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ અગાઉ લગ્ન માટે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો, પરંતુ મહિલાએ તેને લગ્ન કરવા માટે ના પડી દીધી હતી. 

અહેમદે મૃતદેહના ટુકડા અલગ અલગ સ્થળે ફેંકયા 

પોલીસે કહ્યું કે, 'મહિલા છેલ્લા ચાર દિવસથી તેના ઘરેથી ગુમ હતી. આરોપીએ ખુલાસો કર્યો કે તેણે મહિલાની હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી દીધા સાથે જ રેલ્વે બ્રિજ ઓમપોરા અને સેબડેન સહિત વિવિધ સ્થળોએ ટુકડા ફેંકી દીધા હતા. પોલીસે ગઈકાલે રાતે પીડિતાનું માથું અને શરીરના અન્ય અંગો કબજે કર્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મહિલાના પરિવારનું કહેવું છે કે, આરોપી અહેમદ તેના ઘરે ટાઇલ્સ સંબંધિત કોઈ કામ માટે આવ્યો હતો.