બજેટ 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની રજૂઆત

બજેટ 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની રજૂઆત


– લોકસભા કાલે સવારના 11:00 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પહેલા સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી. રાષ્ટ્રપતિએ બંને સદનોને સંબોધિત કર્યા હતા. ત્યાર બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણે આર્થિક સર્વેક્ષણ (2021-22) રજૂ કર્યું હતું. 

નિર્મલા સીતારામણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કર્યું હતું. આ સાથે જ હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવારે સવારના 11:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

Share: